અપહરણ કોનું
અપહરણ કોનું
શબ્દો તો બોલકા હતા અપહરણ અવાજનું થયું,
ભરીસભામાં ચિરનું નહીં, નીચી એ નજરોનું થયું,
કેટલો સંઘર્ષ કર્યો હશે એણે આઘાત સહન કરવા,
પાસા તો નિમિત્ત માત્ર, પાંચ પતિની શક્તિઓનું થયું,
દશરથનું વચન અને પતિવ્રતા સીતાની પવિત્રતા,
મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ને કૈકેયીના કાનનું થયું,
અપહરણ, ચિરહરણ હોય કે પછી સોનાનું હરણ,
દીકરી દૂધ પીતી કે ભ્રૂણહત્યા એ પૌરુષત્વનું થયું,
અશુદ્ધ મન કે અશુદ્ધ વિચારો ગંગામાં નહાવાથી શું ?
શરીર પલળે અપહરણ તો ઝીલ પવિત્ર જળનું થયું.
