STORYMIRROR

Hemangi Shukla

Crime Drama Tragedy

3  

Hemangi Shukla

Crime Drama Tragedy

વાદળને કહી દો

વાદળને કહી દો

1 min
27.4K


વાદળને કહી દો એક મીટર મુકી દે,

જ્યાં ત્યાં વરસીને ના પ્રોબ્લેમમાં મુકી દે,


હેત ભરીને વરસે ત્યાં પૂર લાવી દે,

રિસાય જ્યાંથી ત્યાં આંખોમાં નીર લાવી દે,

કહી દો એ વાદળને, આ ઓરમાયુ વર્તન બંધ કરી દે.

વાદળને કહી દો...


જ્યાં વરસે છે તું, ત્યાં જો જે શું કિંમત છે તારી,

શું તારાં હેતનો એ છે ખરાં હકદારી,

એક વાર તારાં પ્રેમનો પણ હિસાબ માંગી લે

વાદળને કહી દો...


કોંક્રીટનાં જંગલોમાં ક્યાં છે જગ્યા તારી,

એક વાર શું વરસ્યો બધે ગટરો જ ઉભરાતી,

ઇમારતોમાં અથડાવાનું હવે તો ઓછું કરી દે.

વાદળને કહી દો...


Rate this content
Log in

Similar gujarati poem from Crime