બળાત્કાર
બળાત્કાર
જીવંત લાશ માફક એક છોકરી ચૂપચાપ ખૂણામાં સુતી છે,
ખોવાયેલ ઝમીરથી પોતાની મા સામે જોઈ રડી છે.
અચાનક માએ જોયું કે દીકરીની મુઠ્ઠીમાં કંઈક બંધ છે,
જકડી રાખેલ છે એમ જાણે એ જ આખરી ઉમ્મીદ છે.
માએ મુઠ્ઠી ખોલી કે એકદમ આશ્ચર્યચકિત રહી ગઈ,
દીકરીની હથેળીમાં રાખેલ કૃષ્ણની મૂર્તિ બધું કહી ગઈ.
મા બોલી હે કૃષ્ણ આ તે વળી કેવો અન્યાય છે,
દ્રૌપદીને તે બચાવી હતી તો મારી દીકરી જ કેમ અભાગણી છે !
ખોટો તારો આભાસ, ખોટી કૃષ્ણલીલાની વાર્તાઓ છે.
ખોટું રક્ષાનું બંધન, સ્ત્રી સશક્તિકરણનું દરેક વચન જુઠાણું છે.
