"કોક દિ' ચા પર મળશો મને ?"
"કોક દિ' ચા પર મળશો મને ?"
કોક દિ' ચા પર મળશો મને ? ના, તને હું નહીં મળું,
એ ક્ષણ ને એ સાંજથી રોજ શબ્દો વચ્ચે હું બળું.
મૃત્યુની લાલિમાપૂર્ણ ટોચ પર તેથી જ જવુ છે દોસ્તો,
સફેદ જીવનની ચાદર ઉડે ને તરત નજરે હું ચઢું.
દર્દ, ઉદાસી, આશ ને અશ્રુઓની ઘટમાળમાં,
એકલી છું તોય જોને કેટ-કેટલા સાથે હું લડું !
કેટલીયે વાર શરીરે છેતરી છે મુજને સ્પર્શમાં,
દરેક વાર ઈચ્છા અધૂરી રહી જતી કે મનને હું અડું.
આવતા ભવમાં પવનની લહેરખી બનું તોય બસ,
એમના સૌંદર્યને સ્પર્શી પછી ભલે અળગી હું રહુ.

