Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

નૈઋતિ ઠાકર "નેહ"

Tragedy Crime Inspirational

4.5  

નૈઋતિ ઠાકર "નેહ"

Tragedy Crime Inspirational

બળાત્કાર

બળાત્કાર

1 min
319

જીવંત લાશ માફક એક છોકરી ચૂપચાપ ખૂણામાં સૂતી છે,

ખોવાયેલ અસ્તિત્વથી પોતાની માઁ સામે જોઈ રડી છે,

અચાનક માઁ એ જોયું કે દીકરીની મુઠ્ઠીમાં કંઈક બંધ છે,

જકડી રાખેલ છે એમ જાણે એ જ આખરી ઉમ્મીદ છે,

માઁ એ મુઠ્ઠી ખોલી કે એકદમ આશ્ચર્યચકિત રહી ગઈ,

દીકરીની હથેળીમાં રાખેલ કૃષ્ણની મૂર્તિ બધું કહી ગઈ,

માઁ બોલી હે કૃષ્ણ આ તે વળી કેવો અન્યાય છે,

દ્રૌપદીને તે બચાવી હતી તો મારી દીકરી જ કેમ અભાગણી છે !

ખોટી તારી કદર, ખોટી કૃષ્ણલીલાની વાર્તાઓ છે,

ખોટું રક્ષાનું બંધન, સ્ત્રી સશક્તિકરણનું દરેક વચન જુઠાણું છે.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy