Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

નૈઋતિ ઠાકર "નેહ"

Abstract Romance Thriller

4.5  

નૈઋતિ ઠાકર "નેહ"

Abstract Romance Thriller

મિલન-જુદાઈની ઘટમાળથી પરે થઈ જાય

મિલન-જુદાઈની ઘટમાળથી પરે થઈ જાય

1 min
307


મિલન - જુદાઈની ઘટમાળથી પરે થઈ જાય,

અશ્રુ તારી યાદે આંખનાં કિનારે આવી અટકી જાય.. !


ફક્ત તું અને હું હોય, મુશ્કેલ છે એવી જગા મળવી,

પ્યાર-દર્દ જમા થાય ને લાલિમાપૂર્ણ હૃદય બની જાય.. !


નજરથી નજર મળવાનો ખેલ છે માત્ર બે ઘડીનો,

સ્મિત કરી તું નજર ફેરવે તો પ્રેમમાં પ્રણય ભળી જાય.. !


ઈશારાઓનાં સંવાદને આમ જ અવિરત રહેવા દે,

શક્ય છે કશું કહું ને મોહબ્બતનો વહેમ ખૂટી જાય.. !


મરણ બાદ ચાહે તો તકદીર જુદા કરી શકે તું ઈશ્વર,

રહેવાને જો તસ્વીરમાં જીવનભર એક જણ મળી જાય.. !


સ્નેહમાં શું જરૂરી છે કશું સૌંદર્યથી પણ વધારે ?

ભીતરનો વિશ્વાસ ઉમેરો ને સંબંધ શ્વાસ બની જાય..!


Rate this content
Log in

Similar gujarati poem from Abstract