હું અને તું એટલે આપણે
હું અને તું એટલે આપણે
મારી આંખમાં તારો પડછાયો,
તારી હથેળીમાં મારું નામ કોતરી લેવાની વાત,
એકબીજા સાથે હસવાની,
રિસાવાની, મનાવવાની વાત.
તારું કહેવું, ચાલ કૂવામાં કૂદી પડીએ,
ને મારું વગર સવાલે કૂદી પડવાની જ વાત,
આ તો અરસપરસ એકમેકને સાચવી લેવાની વાત,
પહાડની ટોચ અને ખીણની ગહેરાઈની દોસ્તીની વાત,
એકનો સ્તંભ બનીને દોસ્તીને ઊંચાઈ બક્ષવાની વાત,
તો બીજાની મૂળ સુધી મિત્રતાને ઊંડાણ આપી દેવાની વાત.