દિલની વેદના
દિલની વેદના
હું કરતી રહી સદા માવજત છતાં
ક્યારે આપણો સંબંધ સૂકાઈ ગયો..
હું પાણી નાખું રોજ સંબંધના છોડમાં
છતાં આપણો પ્રેમ રોજ મરતો રહ્યો..
હું કરતી રહી રોજ એક જ વાત તને
તું એ નાનકડી વાતને અવગણતો રહ્યો..
હું વિચારમાં હતી હમણાં બોલવીશ મને
તું પોતાની ધૂનમાં જ ગાતો રહ્યો..
હું ઝૂરતી રહી તડપતી રહી અને તું
તું બસ જીવનને મસ્ત માણતો રહ્યો..
હું રાહ જોઇને ત્યાં બેઠી રહી ને
તું મને મૂકીને આગળ ચાલ્યો ગયો.