STORYMIRROR

Megha Joshi Thaker

Romance Fantasy

4  

Megha Joshi Thaker

Romance Fantasy

પ્રણયના પંથે

પ્રણયના પંથે

1 min
164

પ્રણયના પંથે ચાલ્યા છો જો તમે,

તો કહો તો ખરા મેળવ્યું શું?


કેટલી વેઠી વેદના કેટલા સાર્યા આસું?

કેટલુ હસ્યાં આ હોઠ એકલામાં,

કેટલી રાતો વીતી ફરતા પાસું?


ધીરે ધીરે ભીંજાયા લાગણીઓમાં કે

પછી જોરદાર જામ્યું'તું ચોમાસું?


ભરઉનાળે ધોમધખતા તાપમાં એને જોઈ

ક્યારેય લાગી હતી શીતળતા શું?


કે તરસ્યા હોય રણમાં અને એવામાં 

મળ્યું હોય જળ એવું લાગ્યું કશું?


કે કરવાને હતી વાતો ઘણી મનમાં ભરી

સામે એ આવે ને ભૂલ્યા કહેવું શું?


Rate this content
Log in

Similar gujarati poem from Romance