દિવાળી
દિવાળી
સાચી દિવાળી તો મનમાં થવી જોઈએ,
એક દીવો ત્યાં પણ પ્રગટાવવો જોઈએ,
જે મનમાં ઘર કરી ગયા છે અંધારા,
એની દરેક દીવાલ રોશન થવી જોઈએ.
સુખની પળોના રંગોથી કરી રંગોળી,
યાદોની મીઠાઈ પીરસાવવી જોઈએ,
દુઃખમાં સાથ આપતા પોતાનાઓની,
આંખો આજે હર્ષથી છલકવી જોઈએ.
દીવા વેચતી નાની લક્ષ્મીને ઘરે આજે
લક્ષ્મીજી ખરેખર પ્રગટ થવા જોઈએ,
મજૂરી કરતા થાકેલા હાથપગ આજે,
બમણી ખુશીથી થનગનવા જોઈએ.