STORYMIRROR

Megha Joshi Thaker

Inspirational Others

4  

Megha Joshi Thaker

Inspirational Others

મોસમ વરસાદની

મોસમ વરસાદની

1 min
440

આવી ગઈ સનમ જો મોસમ વરસાદની, 

લાગે છે ટળશે હવે વેદના ઉકળાટની,


ધરતી પોકારે આકાશને જો ક્યારની,

આપશે આકાશ ભેટ ધરતીને પ્યારની,


મોસમનો મિજાજ જોને કેવો બદલાયો છે,

ધરતીને ભીંજાવવા આકાશ કેવો હરખાયો છે,


વાદળીઓ બંધાઈ જો આકાશમાં સ્નેહની,

ઝીલશે આ ધરતી એક એક બુંદ વરસાદની,


સજીવન થયા વૃક્ષો વેરાઈ ફોરમ પુષ્પોતણી,

મોર કરે થનગનાટ જોઈ આકાશની દીવાનગી,


ઓઢી ચુનર ધરતી એ લીલી રળિયામણી,

કળીઓ જો ઝૂમે જોઈ મોસમ બહારની,


મહેકી ઉઠી ધરતી પામી પ્રીત આકાશની,

કણ કણમાં વસાવી એણે સુંગંધ વરસાદની. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational