Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Megha Joshi Thaker

Tragedy

5.0  

Megha Joshi Thaker

Tragedy

યાદોનો દરિયો

યાદોનો દરિયો

1 min
603

યાદોના દરિયામાં ગઈ હતી મનને મનાવવા,

નાવ તણાઈ મારી ત્યાં જ મધ દરિયામાં,

ખેંચીને લઇ ગઈ લહેરો મને એ જ દિશામાં,

જ્યાં પહોંચવું નહતું મારે ક્યારેય સપનામાં,

એ વીતેલા પળ એ વીતેલી જિંદગી 

જ્યાં હતા સાથે આપણે બેય કદી..

તારી એ વાતો અને મારી નારાજગી

હું રિસાતી ને તરત માની પણ જતી..

ક્યાંથી આવ્યું આ અંતર કોનો વાંક હતો, 

સમજાયું નહીં પણ સજા બંનેને મળી..

તારા વગર એક ક્ષણ નહતી રહી શકતી,

આજે તને મળ્યાને એક સદી વીતવા આવી..

હા, નથી રહ્યા એ રંગ આ જિંદગીમાં હવે,

છતાં જીવું છું હજુય તારું સિંદૂર સેંથીમાં પૂરી..

એક આશ છે મનમાં કે મળીશું એકવાર,

જો જે આ છેલ્લી આશ પણ ના જાય ઠરી..!

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy