અમૂલ્ય પ્રેમ
અમૂલ્ય પ્રેમ
તમારા વિના આ જીંદગી,
જાણે મારા પર ઉધાર છે,
શ્વાસ મારા ચાલે છે લાગે,
જાણે જપે તમારું નામ છે.
મારા હોઠોની મુસ્કાન,
પણ તમારી જ દેન છે,
તમને જોયા છે ત્યારથી,
તો આ નયનોમાં ચેન છે.
લખાય છે મારી કલમથી,
એ તમારો જ પ્રેમ છે,
તમારો આ સાથ જ સનમ,
મારે મન તો હેમ છે.
હસીએ રડીએ એકબીજા સાથે,
મીઠું મીઠું લડીએ પણ છે,
સુખ દુઃખમાં સાથે જ રહીશું,
સૌથી અમૂલ્ય આપણો પ્રેમ છે.