આકાશ
આકાશ


મારે ઊંચા ગગન સુધી જવું છે.
મારે આ આકાશમાં ઊડવું છે.
વાદળોની વચ્ચે સંતાકુકડી રમવી છે.
મેધ ધનુષ્યનાં રંગો જોવા છે.
વરસતાં વરસાદના ટીપાં ને
હાથની હથેળીમાં ઝીલવું છે.
ચમકતાં તારા ને પકડવા જવું છે.
ચાંદા મામાની વાર્તા સાંભળવી છે.
વાદળો પર શાંતિથી ઊંધવું છે.
મારે આ આકાશમાં ઊડવું છે.