હું હસી પડયો
હું હસી પડયો
1 min
45
તારી યાદ આવી ત્યારે,
ફુલ મને જોય હસી પડયું.
પકડયો તારાં ઘરનો રસ્તો ત્યારે,
પંખીઓ મને દોડતાં જોય હસી પડયાં.
હાશકારો લીધો તારું ઘર જોયને ત્યારે,
વૃક્ષો મને જોય હસી પડયાં.
જોરજોરથી બારણું ખખડાવ્યું ત્યારે,
દુર આકાશનાં વાદળો મને જોય હસી પડયાં.
ઘર પર તાળું જોયને,
આખરે હું હસી પડયો.
