STORYMIRROR

chaudhari Jigar

Abstract

3  

chaudhari Jigar

Abstract

દિવાળી

દિવાળી

1 min
75

દિવાળીના આવવાનાં આ તહેવારમાં,

ઘરની સાથે મનની પણ સફાઈ કરજો.


ઘરનાં દરવાજે શોભતા તોરણની જેમ,

લોકોને આવકારવામાં વાણીમાં મીઠાશ રાખજો.


ઘરનાં આંગણામાં રંગેબીરંગી રંગોળીની જેમ,

દરેકના હૃદયમાં સ્નેહની રંગોળી પણ પૂરજો.


દિવાળીમાં રોશની આપતાં દીવાની જેમ,

પોતાની અંદર ઉમંગનો દીવો પણ પ્રગટાવજો.


નવીનતાના ઉજાસ સાથે ઊગતાં સૂરજની જેમ,

નવી આશાનાં કિરણો પણ આપજો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract