હળવાશ ૫૩
હળવાશ ૫૩
1 min
12K
જીવ પાસે બહુ બધાં અવકાશ છે,
શ્વાસ ચાલે છે હજી આભાસ છે.
ઈશ આપે છે બધું માંગ્યા વિના,
માનવી તો બસ કરે વપરાશ છે.
લાગણીના છાંયડે તપવું પડ્યું,
એટલે આ આંખમાં ભીનાશ છે.
રામ, લક્ષ્મણ, જાનકી હું છું નહીં,
ને છતાં મળતો રહે વનવાસ છે!
વાત કહેવા જે મથું કહેવાય ગઈ,
તોય મનને ના થતી હળવાશ છે.
વાંચવા મથતો હતો ચહેરા પછી,
જાણવા મળતું બધે પીળાશ છે.
છે વ્યથા મારી જો તારી હોય ના,
દે કહી કે વાહ ભૂમિ શાબાશ છે.