STORYMIRROR

Bhoomi Pandya

Inspirational

4  

Bhoomi Pandya

Inspirational

લાગણી વ્યાપી શકે

લાગણી વ્યાપી શકે

1 min
22.8K

બાર મહિને એક તારીખ, બસ તને આપી શકે !

ના તને જાણી શકે, પણ કાગળે છાપી શકે !


છે ગણે એ માહ નવ, પણ ના ગણે એ જિંદગી,

શ્વાસ તુજને આપવા, જે ખુદને પણ કાપી શકે.


સો હજારો, લાખ નહિ કેટલા કરોડો વર્ષથી,

ઈશ્વર સ્વયં પાછા પડે જ્યાં, માતએ માપી શકે.


ફૂલ દેખી, કેક કાપીને જરાં મલકાઈ દે,

કાં પછી બે આંખમાંથી લાગણી વ્યાપી શકે.


આજ નહિ, પણ રોજ મારે હા મધર ડે હોય છે

એટલું સન્માન છે સંતાન ક્યાં આપી શકે ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational