STORYMIRROR

Sunita B Pandya

Crime

4  

Sunita B Pandya

Crime

અણધારી ઘટનાએ અંધારી રાત કરી

અણધારી ઘટનાએ અંધારી રાત કરી

1 min
338

અણધારી ઘટનાએ અંધારી રાત કરી દીધી,

સપનાંમાંથી જાગી નહિને અંધારી રાત પડી ગઈ,

ફળિયાનુ ફૂલ આજે કરમાઈ ગયું હતું,

જિંદગીએ ફરી એકવાર કળિયુગનો પરચો આપી દીધો.


હદયમાં આગ ને આંખમાં આંસુ લાવી દીધા,

કાલની આશ આજે તો ભૂતકાળ બની ગઈ,

હવસખોરોએ આજે તો ફાડી નાખી હતી,

ફાડીને સંતોષ ન થયો તો એના જિસ્મને બાળી નાખ્યું,


માણસના અવતારમાં પશુનો પરિચય આપી દીધો આજે,

બાપનો અગ્નિદાહનો અધિકાર પણ છીનવી લીધો આજ,

માના નિસાસા સામેય ના ઝૂકી એ ભૂખી નજર,

દાદીએ કરેલ કાળા ટીકાને આજે નજર લાગી ગઈ હતી,

ભાઈની રક્ષા માટે રાખડી બાંધતી બહેન,

આજે પોતાનું રક્ષણ ન કરી શકી.


એના જનમે ઘરમાં લક્ષ્મીનો વાસ કર્યો હતો,

પાપાની પરી ગગનને ચૂમવા નીકળી હતી,

મા સરસ્વતીએ હાથ મૂક્યો ને એ ડોકટર બની હતી,

ભુખમરા સામે લડવા જ એ ડોકટર બની હતી,

હવસના ભૂખ્યાએ આજે તો એને જ ફાડી નાખી.


માનો નવો ફોન લાવવા પહેલાં પગારની રાહ જોતી હતી,

હવસખોરો એ આજે પોતાની માના પેટમાં પાટું માર્યું,

ક્યારેય ન ભૂંસાય એવું કલંક લગાવી દીધું,


ફાંસીની સજા નહીં પણ જંગલમાં નજરકેદ કરવા જોઈએ,

જ્યારે જંગલી જનાવરો એમનાં એક એક અંગને ફાડી નાખશે,

ત્યારે પીડાનો અહેસાસ થશે એ હવસખોરોને,


અને આવતાં જનમમાં ભગવાન સ્ત્રી બનાવશે ,

ને આ અણધારી ઘટના એની સાથે બનશે

ત્યારે એને અંધારી રાતનો અહેસાસ થશે.


Rate this content
Log in

Similar gujarati poem from Crime