સાંભળતો થા...સાંભળતો થા...
સાંભળતો થા...સાંભળતો થા...

1 min

460
સાંભળતો થા તું સાંભળતો થા,
હવે તો તું સાંભળતો થા,
વહાલ ભરેલી નજરોથી તું,
હવે તો સૌને ઓળખતો થા,
પોતાની કરેલી ભૂલોથી તું,
હવે તો જલ્દીથી બહાર નિકળતો થા,
બંધ હથેળીઓ ખોલીને પ્રેમથી તું,
હવે તો બધાની સાથે હાથ મેળવતો થા,
કઠણ હ્રદયને નરમથી તું,
હવે તો દિલદાર બનાવતો થા,
થોડું વિચાર મગજથી તું,
હવે તો સૌની લાગણીઓ સમજતો થા,
સાંભળતો થા તું સાંભળતો થા,
હવે તો સૌની અભ્યર્થના સાંભળતો થા,