STORYMIRROR

Jalpan Vaidya

Drama

5.0  

Jalpan Vaidya

Drama

એ...કાપ્યો છે...કાપ્યો છે

એ...કાપ્યો છે...કાપ્યો છે

1 min
467


મોજમજા અને મસ્તીનો અવસર આવ્યો છે...

દોરાઓના તાંતણે પતંગ બધાંયો છે...


વિશાળ આભને રંગબેરંગી બનાવવા ચાલ્યો છે...

પતંગને ઉંચે ઉડાવા ઢીલનો સહારો લેવાયો છે...


જોતા જ તરત જ પેચ લગાવવા મથ્યો છે...

કપાતાની સાથે જ "એ ગયો..."નો નાદ થયો છે...


તલની ચીકી, અડદીયા, શેરડી, બોર અને લાડુળીનો સ્વાદ ચાખ્યો છે... ધાબા પર લોકોની મહેફીલનો રંગ મંડાણો છે...


આથમતી સાંજે આકાશ તુક્કલોની રોશનીથી ચમક્યો છે...

આ નજારો જોવાની મજા સાથે દિવસ પૂર્ણ થયો છે...


કાપ્યો છે...કાપ્યો છે...કાપ્યો છે...

પતંગ ચગાવવાનો અવસર આવી ગયો છે...


Rate this content
Log in

Similar gujarati poem from Drama