પુત્ર વધૂની કરો કદર
પુત્ર વધૂની કરો કદર


એક પિતાએ પોતાની લાડકવાયી દીકરીને સોંપી તમારે ઘરે,
દિકરી ના ગણો તો કંઈ નહીં પણ તેનો ના કરશો અનાદર.
કેટલા અરમાનો સાથે આવી પુત્રવધૂ બની,
તેના સ્વભિમાનની તેની ઈજ્જતની કરો જરાં કદર.
સ્ત્રીઓને જ કેમ અપમાનના ઘૂંટ પીવા પડે,
કેમ નથી થતી તેની સાસરિયામાં કોઈ કદર.
વાત વાતમાં અપમાન સાસુ નણંદના સાંભળવા પડે મેણાં,
રાત દિવસના ઘરના કામ કરવા છતા ના થઇ તેની કદર.
કદર તો ના થઈ સ્ત્રીની કોઈ દિવસ સાસરીમાં,
મા બાપની ઈજ્જત ખાતર ગુમાવ્યો જીવ સાસરીમાં.