STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Tragedy Crime Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Crime Inspirational

અંતરદ્વંદ

અંતરદ્વંદ

1 min
173

જીવન એક કુરુક્ષેત્ર, લાગણીઓ રોજ હણાય છે,

તું સમજે કે હું સમજું?સમજણ રોજ મપાય છે,


બધીય ચાલબાજી માન-સન્માનને અસ્તિત્વ માટે,

ચોપાટ પર રોજ એક દ્રોપદીની લાજ લૂંટાય છે,


હતી નિયતિ રોજ પાંચમાં વહેંચાવાની ને વહેંચવાની,

શું એટલેજ અર્જુનથી માછલીની આંખ વીંધાય છે ?


અગ્નિજન્માં હતી એ પવિત્ર યુગ પરિવર્તન કરનારી,

દુ:શાસન ભરી દુનિયામાં ચિર આજે પણ ખેંચાય છે,


ચિરના તારથી બંધને બંધાયા ખુદ ગોવિંદ રક્ષા કાજે,

અંદર વસેલા શ્રી કૃષ્ણને આહવાન રોજ અપાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy