STORYMIRROR

Shardul Dave

Tragedy Inspirational

4.4  

Shardul Dave

Tragedy Inspirational

સુપર પાવર

સુપર પાવર

2 mins
204


હે પ્રભુ એક સુપર પાવર આપ ને,

કે હું સૌ કોઈને હસાવી દઉં ;

બે પળની ખુશી આપી ને,

એમના સપના ભૂલાવી દઉં !


અહીંયા ગલીએ ગલીએ દુઃખી,

ને ઘેર ઘેર દિલ તૂટેલા છે,

દરેકની ઈચ્છાઓ અધૂરી

ને ઈરાદાઓ પૂરા છે !!


કોઈ ને જોઈએ વિદેશના વિઝા,

ભલે સ્વદેશમાં એ થૂંકતો હોય !


કોઈ ને પૈસો જોઈએ વધારે,

ભલે ભોજન ભરપેટ જમતો હોય !


કોઈને નોકરી જોઈએ પાક્કી,

ભલે કોલેજમાં ના ભણતો હોય !


કોઈને જોઈએ સુંદર જીવનસાથી,

ભલે એ ટીંડર રોજ ચેક કરતો હોય !


ને કોઈને જોઈએ સરસ શરીર,

ભલે આઠ વાગે ઉઠતો હોય !


કોઈને જોઈએ લાંબી ગાડી ને ઘર,

ભલે પરિવાર છોડીને રહેતો હોય !


હે પ્રભુ એક સુપર પાવર આપ ને,

કે હું સૌ કોઈને હસાવી દઉં ;

બે પળની ખુશી આપી ને,

એમના સપના ભૂલાવી દઉં !


ગઈકાલની વાતો વાગોળે આજ,

આવતી કાલની ચિંતા કરે આજ,

કામકાજ કંઈ કરે નહીં,

ને સમજે પોતાને બાજ !


ઘમંડ એમની મહેનત રોકે,

મોઢા ફૂલાવે જો કોઈ ટોકે,

આટ-આટલું આપ્યું છે,

તોય માંગતા ના આવે લાજ !


એક મળે તો બે માંગે ને બે મળે તો બાવીસ,

બાવીસ મળે તોય મોઢું વિલું હવે માંગે એ સત્યાવીસ !

વાત હું પણ સમજું છું કે ઓછા જ પડશે એમને લાખ,

માણસનું મન જ એવું, નથી એનો કોઈ ઈલાજ !!


એટલે જ તો કહું છું,


હે પ્રભુ એક સુપર પાવર આપ ને,

કે હું સૌ કોઈ ને હસાવી દઉં ;

બે પળની ખુશી આપી ને,

એમના સપના ભૂલાવી દઉં !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy