અંડરલાઈન
અંડરલાઈન
એક નમતી બપોરે પુસ્તકાલય પહોંચી ને દરવાજો ખખડાવ્યો,
અને કેટલાય લોકોની લાગણીઓ સંભાળતું પુસ્તક ઘેર લાવ્યો !
પાને પાને જ્યાં પ્રેમ નીચોવ્યો ને દરેક ગઝલે નવો સ્વાદ ચાખ્યો,
' ગઝલપૂર્વક ' ના દરેક અક્ષર ને ખરેખર હૃદયપૂર્વક મેં માણ્યો !
ગઝલની એ ચોપડીમાં ખાસ વાત શું હતી ?
લાગણીઓ જ્યાં છલકાઈ જાય એવી ભરમાર શું હતી ?
એના પાનાંની સુવાસ દરેક પ્રેમીને સંબોધતી હતી,
એના શબ્દોના પ્રાસની મહેક પણ મોહક હતી !
જ્યાં થોડીક કારીગરી ને વધુ જાદુગરી હતી,
ઉર ધડકાવતી જાણે ભરી મહેફિલ હતી !
અને એ પ્રેમરસના પુસ્તકની સૌથી ખાસ વાત શું હતી ?
ત્યાં;
પુરાવ
ા હતા અઢળક પ્રેમ પ્રકરણોના,
પુરાવા હતા કંઇક છુપાયેલા સંવાદના,
પુરાવા હતા વ્યક્ત કરેલા મિજાજના,
પુરાવા હતા વળતા વ્હાલભર્યા જવાબના !
આ પુરાવા એટેલે ઠેર ઠેર મોજુદ અંડરલાઈન ! ! !
અને આ પુસ્તક એટલે એ જમાનાનું સંદર્ભ ગ્રંથ;
જ્યારે શાયરીઓ ગૂગલ પર નહોતી શોધાતી,
જ્યારે આખી વાત એક કાગળ પર ટૂંક શબ્દોમાં કહેવાતી,
જ્યારે પ્રેમભરી શાયરી, આજની જેમ,
સોશીયલ મીડિયા પર હજારો વચ્ચે નહોતી મૂકાતી,
જ્યારે નજરોની ડોર, પુસ્તકની આપ - લે વખતે બાંધતી !
એક નમતી બપોરે પુસ્તકાલય પહોંચી ને દરવાજો ખખડાવ્યો,
અને કેટલાય લોકોની લાગણીઓ સંભાળતું પુસ્તક ઘેર લાવ્યો !