એક્સચેન્જ ઓફર
એક્સચેન્જ ઓફર
મારો જૂનો ટચ સ્ક્રીન મોબાઇલ ફોન,
દુકાનદારને આપતા પહેલાં,
નવો મોબાઈલ ફોન એક્સચેન્જ ઓફરમાં,
બદલાવવા પહેલાં,
ઘડીક થંભીને હું એને,
સ્વિચ ઓફ થતો જોઈ રહ્યો !
મનની મરજી તો હતી,
કે ખિસ્સામાં નવો ફોન આવે,
પણ હૈયાંને વિરહ હતો,
જૂના સ્ક્રીને સાચવેલી યાદોનો,
કંઇક ખાટી ને કંઇક મીઠી,
દરેક ટાઇપ થયેલી વાતો તો !
પ્રિયતમાએ મેસજ માં લખેલી પહેલી હા,
મધરાતે ઓનલાઈન
ઓર્ડર કરેલી ચા,
મારી પહેલી કવિતાની પોસ્ટ પર,
વાંચેલી જ્યાં મે લોકોની વાહ,
ક્યારેક પાર્કિંગ તો ક્યારેક રસ્તામાં,
જ્યાં વિડિયો જોઈને જોયેલી રાહ !
એ મોબાઈલ સ્ક્રીન હવે વિદાય લેશે !
ના આવડતું કેટલુંયે જ્યાં સર્ચ કર્યું હતું,
ભોમિયો બનીને આ'ડબલું' જ મારી સંગ ફર્યું હતું,
એકજ પોઝમાં દસ ફોટા લઇ મેં મારું મન ભર્યું હતું,
આજ ફોને ક્યારેક મારું હાસ્ય તો,
ક્યારેક રુદન અવાજ થકી સંઘર્યું હતું !
આ બધાં નો જ મૂકસાક્ષી,
મોબાઈલ ફોન હવે વિદાય લેશે !