STORYMIRROR

Shardul Dave

Tragedy Inspirational

3  

Shardul Dave

Tragedy Inspirational

શુભ સવાર !

શુભ સવાર !

2 mins
361

રોજ સવાર ની જેમ આજે, ટેવ મુજબ નિકળ્યો હું,

શરીર હલકું ને મન ભારે લઇ ચાલી નીકળ્યો હું !


એક સોંગ બે સોંગ કાન માં વાગતા રહ્યા,

છતાંય સન્નાટાના ભ્રમ મને લાગતા રહ્યા,

મન માં એક શૂન્યતા, ને ઘણીબધી મૂંઝવણ,

આ બધાંની સાથે જ મારા પગ ઝડપ વધારતા રહ્યા !


રોજ સવાર ની જેમ આજે, ટેવ મુજબ નિકળ્યો હું,

શરીર હલકું ને મન ભારે લઇ ચાલી નીકળ્યો હું !


મારી ગઈ કાલ ની હાર,

મારી પાસે નથી કાર,

મારી ઝંખનાઓ હજાર,

મારી ચિંતાઓ ની ભરમાર,

લઉં છું દવાઓ દિવસની ચાર !


ધબકારાઓ વધતાં રહ્યા, ને શ્વાસ ઘટતો રહ્યો,

કિલોમીટર કપાઈ ગયા ને સમય વીતતો રહ્યો

ના કોઈ અલ્પવિરામ ને ના કોઈ ફૂલ સ્ટોપ મળ્યો

મારી નાહકની ચિંતા ને આજે વેગ મળતો રહ્યો.


રોજ સવાર ની જેમ આજે, ટેવ મુજબ નિકળ્યો હું,

શરીર હલકું ને મન ભારે લઇ ચાલી નીકળ્યો હું !


અચાનક એક ચીસ સાથે નાનકડો છોકરો રડ્યો,

સડક થી નજારો હટાવી હું એ ઝુંપડપટ્ટી તરફ વળ્યો,

ઝુંપડપટ્ટી ની હાલત જોઈ મન માં હું ફફડ્યો,

ના કપડાં આખા, ને ના આખું છાપરું

ના આપે કોઈ માન, ને લૂંટે સૌ આબરૂ

રહેવા ના મકાન ને નતું કોઈ ઝાઝરું,

માણસો ઘણાં હતા તોય લાગે ત્યાં અવાવરૂ


જીંદગી એ જોઈ ને હું સ્તબ્ધ બની ગયો

એ ભૂખ્યા છોકરા ને જોઈ હું થોડો ડરી ગયો

અંતર ના ઉઠતા સવાલોને હું જવાબ સાથે મળી ગયો

એક નાનકડી મુસ્કાન સાથે હું પૂરજોશ માં દોડી ગયો


ઉપરવાળા ને ખબર નહીં હું ફરિયાદ કેમ રોજ આપું છું !?

ખાવા રહેવા બધું છે, તોય મિલ્કત કેમ રોજ માપુ છું!?

એક દિવસ સરનામું મારું કબ્રસ્તાન બની જશે,

જીંદગી નો અવસર બસ એક વસવસો બની જશે,

જાણું તો છું હકીકત તોય ખેવાનાઓ પાછળ ભાગુ છું,

સુખ સઘળું સંતાડી ને કેમ દુઃખ દર્દ જ વાપરું છું?


રોજ સવાર ની જેમ, બીજે દિવસે ટેવ મુજબ નિકળ્યો હું,

શરીર સાથે મન પણ હલકું,

જિંદગી હસી ને જીવતા શીખ્યો હું !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy