STORYMIRROR

Shardul Dave

Inspirational

4  

Shardul Dave

Inspirational

એક વચન

એક વચન

2 mins
447

તમને શું કહેવું એ સમજાતું નથી,

પણ હું તમારી ઋણી છું !


જન્મથી લઇને અત્યાર સુધી,

બધું જ તો તમારું વાપર્યું છે,

મારા નામથી લઇને સરનામાં,

સુધી બધુજ તો તમે આપ્યું છે !


નાનપણની જીદો,

મારી મોટા બનવાની ઉમ્મીદો,

રમતો ને અમુક ગીતો,

મને સાચવવાની તમારી રીતો,

હા, આ સઘળું યાદજ છે મને !


ક્યારેક મને ખભે બેસાડીને,

દુનિયા બતાવી,

ક્યારેક મને હસતી રાખવા ખાતર,

પોતાની તકલીફો સંતાડી,

જાણું છું હું કે મને તમે ઉછેરી છે,

દિલથી લાડ લડાવી !


હું ખુશનસીબ છું;

કે તમે મને છાયડો જ નહીં, તડકો પણ આપ્યો,

તમારા જ સહારે મે,

દુનિયા નો દરેક સ્વાદ ચાખ્યો,


તમારા મનોબળ થકીજ,

મેં સફળતાનો પહાડ માપ્યો,

ને તમે મારા દરેક નિર્ણયને બિરદાવીને,

મારા પર વિશ્ર્વાસ રાખ્યો,

મે કાયમ બસ માંગ્યું જ છે,

ને આગળ પણ માંગતી જ રહીશ !


પણ, આજે આ બધા માટે તમને કહેવું હતું,

કે તમારા પરિશ્રમનો અને મારા માટે રાખેલી,

દરેક કાળજી નો અહેસાસ છે મને !


અને એક વચન આપવું હતું,

કે હવે મારો વારો છે,

હું હરહંમેશ પૂરો પ્રયત્ન કરીશ કે,

તમારા આંખમાં આવતા ખુશીના આંસુ,

ને ચહેરા પર આવતી સ્મિતની રેખાઓનું,

સદાયને માટે એક કારણ બની રહું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational