STORYMIRROR

Nana Mohammedamin

Inspirational Others

3  

Nana Mohammedamin

Inspirational Others

શું ભરોસો આ જિંદગીનો

શું ભરોસો આ જિંદગીનો

1 min
341

શું ખબર આ દિલ ક્યારે થંભી જાય,

શું ખબર ક્યારે મોત આવી જાય,

કાયમ માટે છે એ ભ્રમમાં તું પડીશ ના,

શું ભરોસો આ જિંદગીનો ?


માલ - મિલ્કત ને તારી આ જવાની,

બસ ચાર દિનની છે જિંદગાની,

છે ત્યાં સુધી હક્ક અદા કર્યા કર બંદગીનો,

શું ભરોસો આ જિંદગીનો ?


બધું જ અહીં છોડી એક દિન છે જવાનું,

બસ કબર છે તારું છેલ્લું ઠેકાણું,

ભૂલથી પણ ફાની દુનિયાથી દિલ લગાવીશ ના,

શું ભરોસો આ જિંદગીનો ?


ક્યાં કોઈ કાયમ માટે રહ્યા ને રહેશે અહીં,

બસ આદમીનું નામ જ રહેશે અહીં,

"નાના" તું અહીં જીવી રહ્યો છે બેફિકરાઈથી,

શું ભરોસો આ જિંદગીનો ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational