ઈનામ
ઈનામ
ઈશ્વરે આપ્યું છે ઈનામ રૂપે
આ અમૂલ્ય મનુષ્ય દેહ,
એળે ન જાય આ જિંદગી
માટે સમય થોડો ઈશ્વરને ફાળવજો,
ઈશ્વરે આપ્યા છે બે હાથ
એ હાથથી વંદન ઈશ્વરને કરજો,
ઈશ્વરે આપ્યા છે બે પગ
તીર્થયાત્રા માટે વાપરજો,
ઈશ્વરે આપ્યા છે બે આંખ
ઈશ્વરને પ્રેમથી નિહાળજો,
ઈશ્વરે આપી છે જીભ
રટણ ઈશ્વરનું કરજો.
