લાગણી
લાગણી
લાગણીમાં શીદ રાખે કરકસર !
રાખવાની તેમને છે ધરકધર,
લાગણીની વાત છે સ્વીકાર કર,
ત્યાં જરૂરી હોય નહિ કો' ખતખબર,
બેઠો છે દેનાર ખમતીધર ઉપર,
ભેદ છોડીને બની જા તરબતર,
સ્થાન દિલમાં તેમનું તાકાતવર,
શીદ શોધે તેમને તું દરબદર,
થાય છે 'સાગર' અહીં શેની અસર !
થાય છે આજે અહીં તો મનસફર.