STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

ૠષિમુનિઓનાં સંતાન

ૠષિમુનિઓનાં સંતાન

1 min
185

ૠષિમુનિઓના સંતાન આપણે ૠષિમુનિઓનાં સંતાન,

ના હો કદી નીચું નિશાન આપણે ૠષિમુનિઓનાં સંતાન,


વેદો નિરંતર આપણાં મુખમાં વસતા કરીએ એનું ગાન,

સદા બ્રહ્મતેજ સન્માન આપણે ૠષિમુનિઓનાં સંતાન,


જપ, તપ, વ્રત આપણાં વર્તનમાં વસતાં એનું હો ગુમાન,

હસ્તગત હો જ્ઞાનવિજ્ઞાન આપણે ૠષિમુનિઓનાં સંતાન,


ખુદ હરિવર પણ આપણી કરે ઈજ્જત એવી હો શાન,

પરોપકારે સદા કલ્યાણ આપણે ૠષિમુનિઓનાં સંતાન,


રવિવત્ રહે જીવન તપતું ગૂંજે વેદૠચાઓ નિજકાન,

સંસ્કૃતિસભર ખાનપાન આપણે ૠષિમુનિઓનાં સંતાન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational