Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

payal zalariya

Inspirational

3  

payal zalariya

Inspirational

સ્ત્રી

સ્ત્રી

1 min
213


હે સ્ત્રી તું લક્ષ્મી છે, નારાયણી છે,

તારા થકી જ આ જીવન વાણી છે,

સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન નથી,

સ્ત્રી જ સ્ત્રીની સાચી હમદર્દ છે, 


તારાથી જ આ સંસાર ચાલે છે, 

બાકી ક્યાં કોઈની તાકાત છે ?

એક જીવને જન્મ આપવાની ?

રાણી લક્ષ્મીબાઈ પણ તું જ છે, 


નરસંહાર કરનાર દુર્ગા પણ તું જ છે,

અન્યાય સહન કરનાર પણ તું જ છે,

બાળકો માટે પોતાના જીવનનો ભોગ પણ તું જ આપે છે,

પોતાના માટે હિંમતભેર ઊભી રહેનાર પણ તું જ છે,


પોતાના પરિવાર માટે રણચંડી પણ બનનાર તું જ છે,

પોતાના પરિવારને પ્રેમથી જોડનાર પણ તું જ છે,

બાળકોના ભવિષ્યની ચિંતા કરનાર પણ તું જ છે,

માતાપિતાની સેવા કરનાર પણ તું જ છે,


એવરેસ્ટ શિખર સર કરનાર પણ તું જ છે,

નોકરીની સાથે ઘર સંભાળનાર પણ તું જ છે,

પ્રેરણાનું ઝરણું પણ તું જ છે,

સ્નેહનું સંગીત પણ તું જ છે,


હે સ્ત્રી, તારી જાતને ઓળખી,

તારું પણ અલગ અસ્તિત્વ છે,

તે સમાજને બતાવનાર આધુનિક સન્નારી પણ તું જ છે,

હે સ્ત્રી તું લક્ષ્મી છે, નારાયણી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational