કાશ
કાશ
કાશ જો ક્યારેક ચંદ્રની મુલાકાત પર જાય
લઈ જાવ તને હું દૂર પૃથ્વીથી પાર,
ત્યાં હું અને તું બસ આપણા બેનો જ સાથ
આપણે બનાવીએ આપણા સપનાનું ઘર,
એકબીજામાં ખોવાઈ જઈને ત્યારે
તારાઓથી ભરેલી દુનિયા હોય જ્યારે,
ચાંદનીની શીતળ છાયામાં બેસી
તારો અને મારો હાથ હોય હાથમાં,
કોઈ ના હોય આપણી આસપાસ
કાશ જો ક્યારેક ચંદ્રની મુલાકાત પર જાય.
