મારા શિક્ષક
મારા શિક્ષક
જીવનનો સાચો રસ્તો બતાવનાર મારા શિક્ષક,
મારી ભૂલોને પ્રેમથી સુધારનાર મારા શિક્ષક,
ડગલે ડગલે સાથ આપનાર મારા શિક્ષક,
પ્રેરણારૂપી સ્રોત મારા શિક્ષક,
સ્નેહનું અમાપ ઝરણું મારા શિક્ષક,
ભવિષ્ય ઉજાગર કરનાર મારા શિક્ષક,
ડોક્ટર, એન્જિનિયર, વકીલ બનાવનાર મારા શિક્ષક,
જેની આંખોમાં હોય સદા અમીદ્રષ્ટિ તે મારા શિક્ષક,
મિત્રોની જેમ વર્તન કરે મારા શિક્ષક,
ભૂલ પર ના ખીજાય તે મારા શિક્ષક,
મુશ્કેલીઓ દૂર કરે મારા શિક્ષક,
ખોટું કરતાં રોકે મારા શિક્ષક,
અવનવું શીખવે મારા શિક્ષક,
જ્ઞાનનો ખજાનો મારા શિક્ષક,
ગમમત સાથે જ્ઞાન આપે મારા શિક્ષક,
હંમેશા હસાવે કદી ના રડાવે મારા શિક્ષક,
મંજિલનો રસ્તો બતાવે મારા શિક્ષક,
મારા સાચા માર્ગદર્શક મારા શિક્ષક,
દીવાદાંડી સમાન મારા શિક્ષક,
મુક્ત ગગન બતાવે મારા શિક્ષક,
શીખવાનો અવકાશ આપે મારા શિક્ષક,
સદા પ્રેમ વરસાવે મારા શિક્ષક,
જીવનમાં સદાય યાદ આવે મારા શિક્ષક,
મને પણ શિક્ષક બનાવનાર મારા શિક્ષક,
મને વહાલાં મારા જીવનમાં આવનાર તમામ પ્રિય મારા શિક્ષક.
