બાળક
બાળક
કુદરતની કરામત છે બાળક
ઈશ્વરીય આશીર્વાદ છે બાળક,
પ્રભુનાં પયગંબર છે બાળક
ખુલ્લું અવકાશ છે બાળક,
સ્નેહનો અમાપ સાગર છે બાળક
શ્રદ્ધાનો દિપક છે બાળક
આંખોના તારા છે બાળક
ફૂલોની સુગંધ છે બાળક,
પંખીનો ટહુકો છે બાળક
મેઘધનુષ્યનાં રંગો છે બાળક
નિર્ભયતાની મૂર્તિ છે બાળક
જ્ઞાનનો ભંડાર છે બાળક,
અવનવું શીખતાં-શીખવાડતાં બાળક
સંસ્કારોનું સત્વ છે બાળક
સૂરજનું તેજ છે બાળક
ચંદ્રની શીતળતા છે બાળક,
શૂન્યમાંથી સર્જન કરે છે બાળક
ખુલ્લી આંખે સપના જુએ છે બાળક
આત્મવિશ્વાસથી ભરપૂર છે બાળક
આનંદ-ઉલ્લાસસભર છે બાળક,
અનંત શક્યતાઓ છે બાળક
પ્રગતિના પંથે આગળ વધતાં બાળક
નિર્દોષ હાસ્ય છે બાળક
પ્રભની બક્ષિસ છે બાળક,
પ્રેમરૂપી અમૃત છે બાળક
નવા યુગનો ઘડવૈયા છે બાળક.
