મારી વાત
મારી વાત
ટનનન ટનનન ટનનન ટન,
વાગે શાળાનો ઘંટ ટનનન,
ચાલ લાલા તું નિશાળે દોડ,
રમવાનું તું છોડીને દોડ.
હસતા-હસતા વાતો કરતા,
વર્ગ અમારો ચોખ્ખો કરતા,
જઈ પ્રાર્થનામાં બેસી જઇશું,
સમાચારનું પઠન કરશું.
નાસ્તો કરીને વર્ગમાં જાશું,
રમતાં-રમતાં ગણન કરશું,
વાંચન-લેખન શીખી જઈશું,
સાહેબના અમે વ્હાલા થઈશું.
મધ્યાહન-ભોજનમાં જમી લઈશું,
ડીશ અમારી જાતે ધોઇશું,
ગરમા-ગરમને તાજી વાનગી,
ખાઇને અમે તંદુરસ્ત થઈશું.
રમત રમવા મેદાનમાં જઈશું,
ટુકડીમાં અમે ગોઠવાઈ જઈશું,
ખેલદિલીથી અમે રમત રમશું,
સંપનો ગુણ અમે શીખી લઈશું.
શાળા છૂટતાં ઘેર જઈશું,
સાહેબની શિખામણ કાને ધરશું,
નિશાળથી સીધા ઘેર જઈશું,
હાથ-પગ ધોઇને નાસ્તો કરીશું.
લેશન કરીને રમવા જઈશું,
રમી-રમીને અમે થાકી જઈશું.
ઘેર આવીને જમી લઈશું,
વહેલા ઉઠવા ઊંઘી જઈશું.
