ચિંતા ના કરશો
ચિંતા ના કરશો
કેવા વહાલા છે આ શબ્દો, ચિંતા ના કરશો,
કોરોના કાળે ડૉક્ટરે કહેલું મને ચિંતા ના કરશો.
બીમારી વધી ગઈ જવાનુ નામ લેતી ન હતી,
ત્યારે ઘરનાં પણ આ જ શબ્દ બોલેલા, ચિંતા ના કરશો.
થવાનું આવ્યું દાખલ હૉસ્પિટલમાં ત્યારે,
નાના ભાઈ સમાન મિત્ર એ.કે.બોલેલો, ચિંતા ના કરશો.
ભાઈ, ભત્રીજા,દીકરો ,દીકરી ને જમાઇ પણ બોલેલા,
ચિંતા ના કરશો તમે, બધું જ સમુંસૂતરુ પાર ઉતરેલું.
ખબર કાઢવા આવેલા સંબંધીઓ કહેતા,ચિંતા ના કરશો,
દીકરી સમાન આચાર્યા પણ કહેલું,
સાહેબ નિશાળની તમે કશી ચિંતા ના કરશો.
ગઈ કાલે મારા જમાઇએ પણ આજ શબ્દ કહ્યા,
પપ્પા ચિંતા ના કરશો.
છાતી પરથી ભાર કેટલો બધો થઈ ગયો ઓછો,સાંભળીને આ શબ્દો.
નાના લાગતા આ શબ્દો કેટલું કરી જાય છે કામ,
ભલભલા માણસના હૈયે આવી જાય છે હામ.
ઘા પર મલમનું કરી જાય છે કામ શબ્દો,
તેથી જ હું પણ સૌને કહું છું ચિંતા ના કરશો.
