સ્વતંત્રતા દિન
સ્વતંત્રતા દિન
અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવી સૌને,
ઓગણીસો સુડતાલીસની સાલ યાદ છે અમ સૌને,
પંદરમી ઑગષ્ટનો શુભદિન જીભે છે હરકોઈને,
ગાંધીજી, જવાહરલાલ ને લાલ, બાલ ને પાલની ત્રિપૂટી,
ચંદ્રશેખર, ભગતસિંહ ને મંગલપાંડે જેવા વીરો,
સરદાર પટેલ ને મૂકસેવક મહારાજની વાતો હરદમ ગૂંજે,
શાસ્ત્રીજી, સુભાષચંદ્ર બોઝની દીલેરી સૌના મુખે,
સદીઓ સૌધી યાદ દિન આ લખાયો સુવર્ણઅક્ષરે,
સ્વતંત્રતા દિન ઉજવાશે હરસાલ અખંડ આ ભારતે,
સ્વતંત્રતા મળી છે સૌને વીર સપૂતોના લીધે,
આપણ સૌએ યાદ રાખવાનું છે હર શ્વાસે-શ્વાસે,
કલ્પના પણ કરી જુઓ સૌ પરતંત્ર ભારતની,
આવી સ્વતંત્રતા મેળવી આપી તેમણે રક્તની બુંદે-બુંદે.
