પ્રતાપ પિતાનો
પ્રતાપ પિતાનો
ધરા અવતરણ થયું પિતાના પ્રતાપે,
પા પા પગલી કરતાં શીખવ્યું પિતાએ,
મા..મા, પાપાથી શરૂ કરાવ્યું,
બોલતાં શીખવ્યું મુજને મારા પિતાએ,
હાથમાં પેન પકડી લખતાં શીખવ્યું,
શરૂ-શરૂમાં નિત મૂકવા આવતા શાળાએ,
હતી નોકરી મુજ પિતાની ટૂંક-પગારી,
કરકસરથી ઘર ચલાવી સગવડ સઘળી અપાવે,
બદલી થાતાં ઠેકઠેકાણે વાતાવરણ બદલાયે,
હરેક જગ્યાએ ભળી જાતાં શીખવ્યું,
સમાજના દરેક પ્રસંગમાં જતાં શીખવ્યું,
રહેણીકરણી ને બોલાચાલી શીખવી મુજ પિતાએ,
ઉંમરલાયક થાતાં પરણાવ્યાં ચારે ભાઈ-ભાંડુને,
શિક્ષણની સાથે સંસ્કારિત કર્યા મુજ પિતાએ,
જમાનાની સાથે રહીને કર્યા પગભર સૌને,
ફરજ એમની પૂરી કરીને સોંપી જવાબદારી,
અમે પણ ન ઉતયાઁ ઊંણા અમારી ફરજમાંથી,
બિમારી પિતાની દૂર કરવા કમર કસી સૌએ,
લેવડાવીને સ્વૈચ્છિક નિવૃત્તિ કરાવી હાશ તેમને,
સમાજના સૌ કામોમાં જોડાતો એમની પ્રેરણાથી,
સમાજમાં મને નામ મળ્યું જે,
તે સૌ તેમની પ્રેરણાએ,
બન્યા અમ સૌનો પ્રેરણા સ્ત્રોત પિતાજી,
તેથી જ કહું છું મુજ પિતા મારૂ નામ,
હરદમ યાદ કરશે સૌ તમારી સાથે મારૂ નામ.
