જન્મદિવસ મુબારક
જન્મદિવસ મુબારક
મુબારક મને છે આજનો આ શુભદિન,
અઠ્ઠાવીસ મે ને સડસઠની સાલનો દિન;
મુજ અવતરણ થયું, આ માત ધરા પર,
થઈ હશે ખુશાલી તે'દિ, મુજ મોસાળે.
માત-પિતા ખૂબ હરખાયા, હશે તે આ દિન,
ટૂંકા પગારી હતી નોકરી, મમ જનકની તે આ દિન;
રમત-રમતમાં દિવસો ને વર્ષો વહી કેવાં જાએ,
ખબર નથી પડતી સૌ કોઈને વર્ષો વહી જાએ.
હર વર્ષની માફક નાની દીકરીએ પાઠવી શુભાશિષ,
છેલ્લા બે વર્ષથી પ્રથમ કરે ફોન મારી હેતલ;
નવ વર્ષથી પહેલો આવે ફોન દીકરી સમ આચાર્યાનો,
જન્મદિવસ મુબારક ને સારી તંદુરસ્તીના આશીર્વાદનો.
લાડલી મારી તૃપ્તિ ને જ્યોતિ પાઠવતી શુભકામના જન્મદિવસની,
જીવનસંગિની મારી શતાયુ ભવના આશિષ મને આપતી;
ત્રણેય જમાઇ ને ત્રણે દીકરીઓની શુભેચ્છા હશે હરદમ મારી સાથે,
કુટુંબીજનો સૌ પાઠવે છે મુબારક, હરખ સમાતો ના સૌ કોઈનો.
જીવ મારો છે મુજ નીરવમાં, તે તો આજે ખૂબ હરખાતો,
જન્મદિવસની ભેટ મારા કાજે, પેન્ટ-શર્ટની જોડી લાવ્યો મલકાતો;
જમણ માટે દાલ-પૂરી, ભજીયાં-ચટણી ને પાત્રા લાવ્યો,
ઘરે રસ-રોટલી ને બે સબ્જી બનાવી, સાથે મજાનો શીરો બનાવ્યો.
આનંદની સીમા થઈ ચાર ગણી, ભેટ જોઈ આંખો મારી છલકાણી,
આંખોમાં હરખનાં વહ્યાં છે આંસુ, મારે આ શુભદિને;
જીવનનું એક વર્ષ ઓછું થયું ગણાશે આજે,
મંદિરે જઈ કરી વિનંતી પ્રભુને, તંદુરસ્ત જીવન હવેનું તું આપજે.
