પ્રવેશોત્સવ
પ્રવેશોત્સવ
આજ અમારી શાળામાં ઉજવાતો ઉત્સવ મોટો,
બાલુડાંની ખુશીઓનો નથી મળતો અહીં તોટો,
પ્રવેશોત્સવના નામે શાળા ઉત્સવ ઉજવતી મોટો,
બાળકોની સાથે વાલીઓનો ઉત્સાહ જણાતો મોટો,
બાલવાટિકાનાં બાળકો માંડશે પગરણ શાળામાં,
ગ્રામજનો ને મહાનુભાવોના મળશે આશીર્વાદ છોગામાં,
કુમકુમ, તિલક ને ફૂલપાંદડી વડે પ્રવેશ પામશે શાળામાં,
શિક્ષકો સૌ ખુશમિજાજી, વેરશે ફૂલડાં મારગમાં,
દાનવીર દાતાઓ બાળકોને સાહિત્યની ભેટ ધરવાના,
સ્લેટ, પેન,પેન્સિલ, ડીશ ને લંચબોકસ સૌ પામવાના,
માતા-પિતાના આશીર્વાદ મેળવી શિક્ષણકેડી ચડવાના,
વિધ્યારંભ સંસ્કારથી ભૂલકાઓ આજે સંસ્કારિત સૌ થાવાના,
શાળામાં સખા-સખી બનાવી સાથે મિષ્ટાન જમવાના,
આજ અમારી શાળામાં ઉજવાતો ઉત્સવ મોટો.
