ઉત્તરાયણ
ઉત્તરાયણ
આવી આવી સૌને વહાલી વહાલી ઉત્તરાયણ,
નાના મોટા સૌને છે ખૂબ પ્યારી ઉત્તરાયણ,
મંદીમાં પણ જોવા મળતી બજારે ચહલ પહલ,
પતંગ, દોરી, ફિરકી ને લચ્છા લટકતા દુકાને દુકાને,
બારમી જાન્યુઆરીથી ભરાતો મેળો હર દુકાને,
ઉત્સાહ સમાતો ના શાળાએ ભણતા બાલુડાનો,
પપ્પા ક્યારે દોરી પતંગ મને લાવી આપશો ?
દરરોજ સવારે પૂછાતો સવાલ પપ્પાને,
તેરમીની રાતે તો સૌ કોઈ જાગી બાંધે પતંગને કિન્ના,
એમ કરતાં આવી સૌને વ્હાલી ચૌદમી જાન્યુઆરી,
કડકડતી ઠંડીમાં વહેલી સવારે જાગતા સૌ નર નારી,
સૂરજ ઊગતા જોવા મળતા જુદા જુદા રંગો આકાશે,
એ કાપ્યો ને પકડો પકડોની બૂમો પડતી ધાબાએ,
ચગાવનાર કરતાં લૂંટનારા દેખાતા વધારે મેદાને,
પૂંછડીવાળી ને વળી લબ્બુ પતંગો ચગતી આકાશે,
કોઈ ચડે ઊંચી તો કોઈ ખીલાતી લીમડાએ,
પવન આવે સારો તો ઉત્સાહી પતંગ રસિયા,
પડે પવન તો મો વકાસતા ડાચે દિવેલીયાએ,
દાન પુણ્યનો મહિમા છે અહીં અપરંપારે,
ગાય માતાને સૌ ખવડાવતા બાફી બાજરી આ ટાણે,
અંધારું પડે તો હવે ફૂટતા જોરદાર ફટાકડા,
યાદ અપાવે સૌને ટાણું દિવાળીનું,
આગ લગાડતી બંધ થઈ ગઈ છે હવે ટુક્કલ,
કરતાં સૌ મોજ મજા આખોદિવસ ઉત્તરાયણ.
