સ્વાતંત્ર્યદિન
સ્વાતંત્ર્યદિન
મળી છે સ્વતંત્રતા અમ દેશવાસીઓને,
ગુલામીમાંથી મુક્તિ અપાવી અમ સૌને,
મહાત્મા ગાંધી જેવા વીરલા અનેક છે,
ભગતસિંહ, આઝાદ ને સુભાષચંદ્ર બોઝની,
વીરતાની વાતો યાદ રહેશે સદીઓ સુધી,
લાલ, બાલ, પાલની ત્રિપુટિ સ્મરણમાં,
નહેરુ, શાસ્ત્રીને સરદાર પટેલની અખંડિતતા,
મૂકસેવક મહારાજ જીભે સૌ દેશવાસીઓને,
આઝાદીનું મૂલ્ય ખરેખર ગણાયે અણમોલ છે,
જેણે પરતંત્રતા વેઠી છે તે સૌ જાણે છે,
હજુ ટકાવવી હોય જો આપણી આઝાદીને,
અમીર-ગરીબ ને વાડાબંધી ભૂલવી પડશે,
દેશદ્રોહીઓ જે વસે છે અમ દેશમાં,
શોધી, શોધીને પાઠ ભણાવવો પડશે,
નહીંતો ભવિષ્યમાં મોંઘું આપણને પડશે.
