STORYMIRROR

DIPAKKUMAR RAVJIBHAI SHARMA

Inspirational Children

4  

DIPAKKUMAR RAVJIBHAI SHARMA

Inspirational Children

રક્ષાબંધન

રક્ષાબંધન

1 min
261

શ્રાવણ સુદ પૂનમનો દિન, શુભ ઉત્સવ ઉજવાતો હર દિલ,

છે તહેવાર એ રક્ષાબંધનનો, સમાતો નથી આનંદ હર વીરનો,


ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ તણો, ઉમંગે ઉજવાતો હરેક ખૂણે,

વાટ જોતી નણંદની ભાભલડી, આવશે મારી નણદી હરખાતી,


શુભમૂહૂર્તે બંધાતી સૌને રાખલડી, કુમકુમ તિલક ને વળી થાતી આરતી,

અભિમન્યુ ને કુંતાની યાદગીરી, રાણી કર્માવતી ને હુમાયુંની બેનડી,


મહિમા ગણાતો અપરંપાર રક્ષાનો, બંધાતો વીરને તાંતણો સૂતરનો,

વીરો બહેનીને સોગાદ બક્ષતો, બહેની ખડકતી આશીર્વાદ ઢગલો,


જનોઈધારી એ દિને જનોઈ બદલતા, નવો અવતાર શુભકાર્યે ભોગવતા,

રક્ષાબંધન, બળેવ ને નારિયેળી પૂર્ણિમા,

અલગ અલગ નામે દિન ઓળખાતો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational