મોબાઈલની મોંકાણ
મોબાઈલની મોંકાણ
આજ સવારથી મંંડાણી છે
મારે મોબાઈલની મોંકાણ
સવાર સવારમાં પૂરું થયું
રીચાર્જ ને વળી ચાર્જીંગ
ખબર પડી ત્યારે વળી
રીસાયુ અમારું વિદ્યુત બોર્ડ
પડોશમાં પૂછતા પડી ખબર
આજે રીપેરીંગ નું ચાલશે કામ
બપોરના બે વાગ્યા સુધી
ચાલશે રીપેરીંગનું કામ.
ત્રણ વાગે તો ચાલુ થયું
વીજળીબેનનું કામ
ચાર્જિંગ પોઇન્ટ લગાવ્યો
ત્યાં તો દેખાયા મિસ્ડકૉલ
મેસેજનો તો ટીક ટીક ટીક ટીક
અવાજ થઈ ગયો ચાલુ
સવારના ભાઈ તમે તો
ક્યાં ગયા હતા છુપાઈ?
એક પણ કોલ અમારો કેમ
કરતા ન હતા રીપ્લાય
