STORYMIRROR

Shailee Parikh

Inspirational Children

3  

Shailee Parikh

Inspirational Children

ઢીંગલી મારી

ઢીંગલી મારી

1 min
26.9K


નાની નાની ઢીંગલી મારી, ચોકલેટો ખાઈ ગઈ,

દાંતમાં મોટા જીવડાં પડ્યા તો, ડોક્ટર પાસે હું લઈ ગઈ.

               

ડોક્ટર કહે, ઝટ ઝટ ખોલો, મોઢું વ્હાલા ઢીંગલીબાઈ,

શું થયું એવું તમને, વ્હાલા વ્હાલા ઢીંગલી બાઈ!

               

મેં કહ્યું, "ડોક્ટર અંકલ, ઢીંગલી મારી ચોકલેટો ખાઈ ગઈ,

દાંતમાં મોટા જીવડા પડ્યાને તમારી યાદ આવી ગઈ."

              

ડોક્ટરે મોટું ઇન્જેક્શન આપ્યું ને આપી ગોળીઓ ઘણી,

જોઇ ઢીંગલીને રડવું આવ્યું... (૨)

     

તો મે કહ્યું... (૨)

 હવે તું ચોકલેટો ખાઇશ નહિં... (૨)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational