વાડી
વાડી
1 min
26.3K
મમ્મા મેં સપના માં આજે ફળોની વાડી દીઠી.
એ ફળો માંથી આવતી મહેક મીઠી.
મીઠી મીઠી કેરી આંબે લટકતી.
લાંબી લાંબી કેળની લુમો ઝુલતી.
ઉંચી ઉંચી નારિયેળી વાળો દરિયા કિનારો.
એને સાચવતો ચોકીદાર મૂછાળો.
મોટા મોટા ઝાડ પર દેખાયા નાના જાંબુ.
વાંદરાભાઇ તુટી પડેને ન ટકવા દે લાંબુ.
ચીકુડી પર જોયા લટકતા ગોળમટોળ ચીકુ.
રખેવાળી કરતો એની મારો દોસ્ત ટીકુ
