STORYMIRROR

Manishaben Jadav

Fantasy Children

4  

Manishaben Jadav

Fantasy Children

કલ્પનાની દુનિયામાં

કલ્પનાની દુનિયામાં

1 min
256

જ્યાં સુરજદાદાની મીઠી દોસ્તી

ચાંદામામા સંગ જામી અનેરી મસ્તી

એ કલ્પનાની દુનિયામાં કરીએ વિહાર !


ઝાડ મનુષ જેમ હરતાં ફરતાં હોય

શીતળ છાયા ને મીઠા ફળ હોય

એ કલ્પનાની દુનિયામાં કરીએ વિહાર !


પતંગિયાને પણ સુંદર ઘર હોય

ઠંડીથી બચવા ચાદર ઓઢતા હોય

એ કલ્પનાની દુનિયામાં કરીએ વિહાર !


આકાશે ઉડવાને પાંખો હોય

તારા સંગે સૌ ટમટમતાં હોય

એ કલ્પનાની દુનિયામાં કરીએ વિહાર !


પ્રાણીઓને પણ વાચા હોય

વેદના મુખે રજુ કરતા હોય

એ કલ્પનાની દુનિયામાં કરીએ વિહાર !


દુઃખ તકલીફની દૂરી હોય

મીઠાં મધુરા સંગીત હોય

એ કલ્પનાની દુનિયામાં કરીએ વિહાર !


સૂરજદાદા પણ શીતળ હોય

ઉનાળે સૌ ઉમંગમાં હોય

એ કલ્પનાની દુનિયામાં કરીએ વિહાર !


હૈયાના હેતથી સૌ જોડાયા હોય

ઈર્ષા, કપટનુ અસ્તિત્વ ન હોય

એ કલ્પનાની દુનિયામાં કરીએ વિહાર !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy