Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Tragedy Children

4  

Dhanjibhai gadhiya "murali"

Tragedy Children

છોરું કછોરું

છોરું કછોરું

1 min
9

અમારો છે એકનો એક લાડકવાયો,

અમને હમેશા માટે એ તંગ કરનારો,

અમારી આંખમાં આંસુ વહાવનારો,

છોરું કછોરું છે છતાં પણ અમારો.

રોજ રાતનાં રખડી મોડો આવનારો,

રોજ સવારે પણ એ મોડો ઉઠનારો,

નિશાળમાંથી પણ ફરીયાદ લાવનારો,

છોરું કછોરું છે છતાં પણ અમારો.

મવાલીની જેમ એ કાયમ રહેનારો, 

શેરીઓમાં રોજ માર પીટ કરનારો,

શરમથી અમારૂં માથુ નીચું કરનારો, 

છોરું કછોરું છે છતાં પણ અમારો.

અમારી શિખામણ નહીં સમજનારો,

વાત વાતમાં એ અવળો ચાલનારો,

અમારી આંખનો છે તારો "મુરલી",

છોરું કછોરું છે છતાં પણ અમારો.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy